શ્રી હનુમાનજી આરતી: (Hanumanji Aarti)

જય જય કપિ બળવંતા (હનુમાન દાદાની આરતી)

જય કપિ બળવંતા, પ્રભુ જય કપિ બળવંતા,
સુર નર મુનિ જન વંદિત, પદરજ હનુમંતા,

પ્રૌઢ પ્રતાપ પવન સૂત, ત્રિભુવન જયકારી,
અસુર રિપુ મદગંજન, ભય સંકટ હારી,

ભૂત પિશાચ વિકટ ગ્રહ, પીડત નહિ જંપે,
હનુમંત હાક સુનીને, થર થર થર કંપે,

રઘુવીર સહાયે ઓળંગ્યો, સાગર અતિ ભારી,
સીતા શોધ લે આયે, કપિ લંકા જારી,

રામ ચરણ રતિ દાયક, શરણાગત ત્રાતા,
પ્રેમાનંદ કહે હનુમંત, વાંછીત ફળ દાતા,

જય કપિ બળવંતા, પ્રભુ જય કપિ બળવંતા...